અમદાવાદના અસારવા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં લગભગ 4 લોકો દટાઈ ગયાં હતાં. અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર બે લોકો ઓન ધ સ્પોટ જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે બેની હાલત ગંભીર જણાવાઈ છે. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.