વરસાદી પાણી ભરાતા સ્પોટ ઉપર સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી રહી છે
અમદાવાદમાં ચોમાસાની મોસમમાં સાત ઝોનમાં ૧૪૬ સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે જોવા મળતી હોય છે.૫૬ સ્પોટ ઉપર વરસાદના સમયે ભરાતા પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેની કામગીરી પૂરી કરી લેવામાં આવી છે.૫૪ સ્પોટ ઉપર હાલમાં કામગીરી ચાલી રહી છે. વરસાદી પાણી ભરાતા સ્પોટ ઉપર સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી રહી છે.
ચોમાસા અગાઉ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.શહેરના વિવિધ ૪૮ વોર્ડમાં આવેલી કેચપીટો પહેલા રાઉન્ડમાં સાફ કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને કહયુ,જે સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાય છે એ સ્થળ આસપાસ આવેલા પાનના ગલ્લા અને ચાની કીટલી ચલાવનારાઓને વોલિયન્ટર બનાવવા પણ તંત્રના અધિકારીઓને સુચના અપાઈ છે.જેથી મ્યુનિ.ની ટીમ જે તે વોટર લોગીંગ સ્પોટ ઉપર ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પહોંચે એ સમયે વોલિયન્ટરોની મદદથી ઝડપથી વરસાદી પાણીનો નિકાલ કરી શકાય.શહેરમાં આવેલા વોટર લોગીંગ સ્પોટ ઉપર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા ઉપરાંત જયાં નજીકમાં તળાવ આવેલુ હોય તો સ્ટ્રોમ વોટર લાઈનને તળાવ સાથે જોડવામાં આવી રહી છે.
ઝોન મુજબ કેટલા વોટર લોગીંગ સ્પોટ