અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી પ્રમાણે ઈ-મેઈલ દ્વારા ફરી આ ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સઘન તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પરથી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળી હોવાનું સામે આવ્યું છે.
કલબુર્ગી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી પણ ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ એરપોર્ટ ડાયરેક્ટરે સ્થાનિક પોલીસને કરી, ત્યારબાદ પોલીસ અને બોમ્બ સ્કવોડ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને એરપોર્ટને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, આ પહેલા રવિવારે દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ધમકીનો મેલ મોકલવા બદલ એક 13 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પોલીસના ડેપ્યુટી કમિશનર (IGI એરપોર્ટ) ઉષા રંગનાનીએ જણાવ્યું કે, બાળકે મનોરંજન માટે આ મેઈલ મોકલ્યો હતો.