કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પ્રતિબંધો ફરમાવ્યા
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને તથા આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવાર ઉજવવામાં આવનાર હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આણંદ જિલ્લામાં તા.૨૪ એપ્રિલ ૨૦૨૪ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર, જિલ્લાના કોઈપણ વિસ્તારમાં શારીરિક ઈજા થાય તેવા હથિયાર, તલવાર, ધોકા,લાકડી કે લાઠી, અને સળગતી મશાલ સાથે રાખવા પર પ્રતિબંધ કરાયો છે. આ ઉપરાંત સક્ષમ સત્તાધિકારીની પરવાનગી સિવાય કે ચાર વ્યક્તિઓએ ભેગા થવા પર, સભા ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા પણ પ્રતિબંધ કરાયો છે.
આ પ્રતિબંધ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય કે ફરજ પર હોય તથા અશક્ત લોકોને લાગુ પડશે નહીં અને આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.