લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ સમયે મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે પાર્ટીના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરા)ને ‘ન્યાય પત્ર’ નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.
‘ન્યાય પત્ર’માં ત્રણ શબ્દોનો ઉલ્લેખ
કોંગ્રેસના ‘ન્યાય પત્ર’માં ત્રણ શબ્દો વર્ક, વેલ્થ અને વેલ્ફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ત્રણ મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપવાના છીએ. તેમણે કહ્યું કે આજે દેશમાં રોજગારી, નોકરી સૌથી મોટા મુદ્દા છે.