ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ એ શ્રી જલારામ મંદિર, સેકટર – 29 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રકૃતિ માતાને વંદન સાથે છોડનું રોપણ કર્યું.
આ અવસરે મેયરશ્રી એ શ્રી જલારામ બાપાની આરતી ઉતારી, દર્શન કરીને સૌના મંગલમય જીવનની પ્રાર્થના કરી હતી.
મેયરશ્રી એ ધાર્મિક સાથે સેવાકીય કાર્યો બદલ સંસ્થાના સૌ હોદેદારો સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.