થરાદના જાગેશ્વર મંદિર ખાતે 45 વર્ષથી ભૂદેવોની જનોઈ બદલવાને પરંપરા મુજબ આજે ભાદરાવા સુદ બીજના દિવસે જનોઈ બદલાય..
થરાદમાં આવેલા જાગેશ્વર મંદિર ખાતે છેલ્લા 45 વર્ષથી ભાદરવા સુદ બીજના દિવસે સવારે મોટી સંખ્યામાં ભૂદેવોનીજનોઈ બદલવામાં આવે છે જેમાં આ જનોઈ બદલવા માટે મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહી શાસ્ત્રી દેવ શંકર પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર બોલી અને જનોઈ બદલવામાં આવી હતી ત્યારબાદ તમામ ભૂદેવ માટે ચા પાણી ફરાળ અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી….
શાસ્ત્રી દેવશંકર પુરોહિતે જણાવ્યું હતું કે થરાદના જાગેશ્વર મંદિર ખાતે 45 વર્ષથી. ભૂદેવોની જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
પૂજાના અને જનોઈ ના લાભાર્થી બાબુલાલ નાનાલાલ ત્રિવેદી નારોલી વાળ
વસ્ત્રના લાભાર્થી બીપીનકુમાર નટવરલાલ ત્રિવેદી
ભોજન પ્રસાદન લાભાર્થી રમેશકુમાર તુલજાશંકર ત્રિવેદી અને પ્રકાશભાઈ પરસોતમભાઈ ઓઝા
ચા-પાણી ફ્રાળના લાભાર્થી હસમુખલાલ જયંતીલાલ ત્રિવેદી. રુદ્રાક્ષની માળા ના લાભાર્થી જેંતીલાલ અમુલખભાઈ વ્યાસ સહિતના લાભ લીધો હતો.