જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને એક મહિલા સહિત 11 આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબ્જે કર્યો છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં માતૃઆશિષ સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલી માયાબેન ઉર્ફે માલાબેન કેશવભાઈ મંગવાણી, નંદલાલ વેલુમલ વાધવાઈ, અભેસંઘ કનુભા સોઢા તેમજ ગંગારામ રિઝૂમલની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 5,660 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજિપાના વડે જુગાર રમી રહેલા એજાજ રજાકભાઈ, હનીફભાઈ અને અબુભાઈ તેમજ રમજાન ઓસમાણભાઈ સપિયાની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા 5880 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા લાખાભાઈ સીદાભાઈ પરમાર, જાદવભાઈ વીરાભાઇ પરમાર, અમરાભાઇ ભુરાભાઈ પરમાર અને પરબતભાઈ સીદાભાઈ પરમારની અટકાયત કરી લીધી છે. તેઓ પાસેથી રૂપિયા 1,370 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.