જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા જાયન્ટ્સ સેવા સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે તે અંતર્ગત જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા મોડાસાના સાકરીયા ગામે આંગણવાડીમાં નાના બાળકોને બેસવા માટે ખુરશીઓ આપવામાં આવી.
આ પ્રસંગ દરમિયાન મોડાસાના ખ્યાતનામ પત્રકાર વૈભવ રાઠોડ જે બે દીકરીના માતા પિતા છે તેમનું જાયન્ટ્સ પરીવાર દ્વારા સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા સહિયર ના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ જાયન્ટ્સ ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનીતાબેન પટેલ સહિયર મંત્રી છાયાબેન સોની, દક્ષા ભાવસાર જાયન્ટ્સ મિડિયા સેલના ડાયરેક્ટર વિનોદ ભાવસાર, મયુરીબેન પ્રજાપતિ તેમજ જાયન્ટ્સ મોડાસા પરિવાર હાજર રહ્યો હતો.
અહેવાલ : વિનોદ ભાવસાર ( મોડાસા )