કરજણ તાલુકાના બચાર ગામમાં રહેતો અલ્તાફ અહેમદ ચૌહાણને 19 વર્ષની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તારીખ 20 ના રોજ રાત્રે 2:30 વાગે અલ્તાફે યુવતીને ફોન કર્યો હતો અને ચાલ આપણે ભાગીને લગ્ન કરી લઈએ જો તું નહીં આવે તો હું ઝેરી દવા પી મરી જઈશ તેમ કહીને યુવતીને ભગાડી ગયો હતો. ત્યારબાદ બચાર ગામની સીમમાં એક રૂમમાં ચાર દિવસ રાખી યુવતી સાથે શરીર સંબંધ બાંધી બાદ અલ્તાફે યુવતીને તરછોડી દીધી હતી. આ અંગે યુવતીએ અલ્તાફ ચૌહાણ અન્ય કોઈ યુવતી સાથે આવું કૃત્ય ના કરે તેમ માની કરજણ પોલીસ સ્ટેશનમાં અલ્તાફની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.