વડોદરાના કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં રહેતા વૃદ્ધા મકાનને તાળી મારી મુંબઇ ખાતે પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા. તિજોરીમાં મુકેલા સોનાના ચાંદીના દાગીના મળી 1.97 લાખની મતાની ચોરી પલાયન થઇ ગયા હતા. જેથી વૃદ્ધાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતા રચનાબેન અરૂણભાઇ પટેલ (ઉં.વ.66) નિવૃત જીવન ગુજારે છે. તેઓએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત 15 માર્ચના રોજ વહેલી સવારે હું મારા મકાનને તાળુ મારીને વડોદરા એરપોર્ટ જવા રવાના થયા અને ત્યાંથી ફલાઇટમાં બેસીને દિલ્લી ખાતે મારા મમ્મી નિર્મલનાથ રહેતા હોય ત્યાં ગયા હતા. ત્યાંથી 12 માર્ચના રોજ હું મુંબઇ ખાતે મારા જેઠના ઘરે પ્રસંગમાં હતી. મારા ઘરે કામ કરતી બહેન કપીલાબેન ઠાકુર અમારા મકાનના બહારના ગેટની ચાવી પાડોશી અર્જુનભાઇ મોતીલાલ મંત્રીના ઘરેથી ચાલી ગઈને અમારા કંપાઉન્ડની સફાઈ કરતા હોય છે. મે મારા ઘરે લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા મારા ફોન સાથે કનેક્ટ કરેલા છે. જેથી મે મારા ફોનમાં મારા ઘરના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા કેમેરા ત્રાંસા થઇ ગયા હતા. જેથી દીકરાને ફોન કરતા તેણે મને જણાવ્યું હતું કે મમ્મી તમે ત્યાં પ્રસંગમાં હતા એટલે મેં તને જણાવ્યુ ન હતુ પરંતુ આપણા ઘરે ચોરી થઇ છે. જેથી હું 31 માર્ચના રોજ રાત્રીના સાડા નવેક વાગે ઘરે આવ્યો હતો ત્યારે મકાનનો મેઇન દરવાજાને લગાડેલી લોખંડની જાળીનો નકુચો તથા લાકડાના દરવાજાનો નકુચો તુટેલો હતો અને ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના મળી 1.97 લાખ મતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી કારેલીબાગ પોલીસે મહિલાની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરુ મેળવાની તજવીજ હાથ ધરી છે.