હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઇ છે. નવા કેપ્ટન હેઠળ 5 વખતની ચેમ્પિયન ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ટીમ હાલમાં 12માંથી 8 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. છેલ્લી બે મેચમાં ટીમની નજર પ્રતિષ્ઠા બચાવવા પર રહેશે.
હાર્દિક પંડ્યાનો ઉધડો લઈ નાખ્યો
MIના આ નિરાશાજનક પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. ચાહકો સહિત ક્રિકેટ પંડિતો આ મુદ્દે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ મામલે મિસ્ટર 360 તરીકે જાણીતાં એબી ડી વિલિયર્સનું નિવેદન સામે આવ્યું છે. તે કહે છે કે પંડ્યાની કેપ્ટનશિપમાં અભિમાન દેખાઈ આવે છે. તે પોતાને ધોનીની જેમ કૂલ અને કમ્પોઝ્ડ માને છે, પરંતુ એવું નથી. ડી વિલિયર્સે પણ કહ્યું કે આ પ્રકારની કેપ્ટનશીપ ગુજરાત ટાઇટન્સમાં કામ કરી શકે છે, જ્યાં યુવા ટીમ છે, પરંતુ MIમાં નહીં જ્યાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓ હાજર છે.
યુ ટ્યુબ ચેનલ પર કર્યો આ ખુલાસો
એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, “હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની શૈલી ઘણી બહાદુર છે. તે એક રીતે અહંકારથી પ્રેરિત છે. મને નથી લાગતું કે તે જે રીતે મેદાન પર પોતાનું વર્તન કરે છે તે હંમેશા સાચું હોય છે, પરંતુ તેણે નક્કી કર્યું છે કે આ તેની કેપ્ટનશિપની શૈલી છે. લગભગ એમએસ (ધોની) ની જેમ. કૂલ, શાંત, સામૂહિક… હંમેશા તેની છાતી બહાર રાખે છે.”
આવું વર્તન જીટીમાં ચાલી જાય…
ડી વિલિયર્સે વધુમાં કહ્યું કે, “પરંતુ જ્યારે તમે ઘણા અનુભવી ખેલાડીઓ સાથે રમો છો, ત્યારે જે લોકો લાંબા સમયથી આસપાસ છે… તેઓ તેની સાથે સહમત નથી થતાં. આ અભિગમ જીટી (ગુજરાત ટાઇટન્સ)માં કામ કરી શકે છે, જ્યાં યુવાનોની ભરેલી ટીમ છે. અનેકવાર બિનઅનુભવી ખેલાડીઓ આ પ્રકારના નેતૃત્વને અનુસરવાનું પસંદ કરે છે.”
ગ્રીમ સ્મિથનું ઉદાહરણ આપ્યું…
ગ્રીમ સ્મિથની કેપ્ટનશીપ હેઠળના પોતાના જૂના દિવસોને યાદ કરતાં એબી ડી વિલિયર્સે કહ્યું, “મને ગ્રીમ સ્મિથ યાદ છે. તે ટીમ માટે ત્યાં હાજર હતો. એક યુવાન તરીકે મારે ફક્ત અનુસરવાનું હતું. હવે એક રોહિત (શર્મા), એક (જસપ્રીત) બુમરાહ છે. તેઓ કહે છે, ‘અમારે તમારે શાંત રહેવાની જરૂર છે.’ મેચ કેવી રીતે જીતવી તે અંગે અમને થોડી માહિતી આપો. આપણે બડાઈ મારવાની જરૂર નથી. હું હાર્દિકને પસંદ નથી કરતો. મને તેને રમતા જોવાનું ગમે છે.