પુત્રએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સાસરીપક્ષના લોકોએ અપહરણ કર્યુ હોવાની શંકા
નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નાના ચિલોડા પાસેની હોટલ પરથી ચાર શખ્સોએ હેડ કોન્સ્ટેબલની પુત્રવધૂને કારમાં બેસાડી અપહરણ કરીને હિંમતનગર તરફ ભાગી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલના પુત્રએ પ્રેમલગ્ન કર્યા હોવાથી પુત્રના સાસરીપક્ષના લોકોએ અપહરણ કર્યુ હોવાની શંકા સેવાઇ રહી છે. આરોપીઓએ ટેબલ પરથી તમે રૃપિયાની ચોરી કરી છે કહીને તકરાર કરી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે અપહરણ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમે ટેબલ પરથી રૃપિયા ચોર્યા હોવાનો આક્ષેપ કરીને તકરાર કર્યા બાદ ચાર શખ્સો કારમાં અપહરણ કરીને નાસી ગયા નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
શાહીબાગમાં રહેતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તે કોલેજમાં અભ્યાસ કરે છે. તેમના પિતા હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે જેમાં બે વર્ષ પહેલા ફરિયાદી હિંમતનગર હતા તે સમયે યુવતી સાથે તેને કેફેમાં સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા ગત ૬ ઓગસ્ટે ૨૦૨૪માં બન્નેએ આણંદમાં આવેલ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા જેના ભાદરણ ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણી કરાવી હતી. જે બાદ બંને અલગ અલગ જગ્યાએ ફરતા હતા અને ગત ૧૪ ઓગસ્ટે બન્ને ઘરે આવ્યા હતા.
દરમિયાન ૨૮ના રોજ ફરિયાદી પરિવાર સાથે નાના ચિલોડા પાસે આવેલ કાકા ભાજીપાઉ હોટલમાં જમવા ગયા હતા અને જમ્યા બાદ પરિવાર કારમાં બેઠો હતો.
બીજીતરફ ત્યાં કારમાં અજાણ્યા ચાર શખ્સોએ આવ્યા હતા અને ફરિયાદીની કાર પાસે જઇને તેમની માતાને કહેવા લાગ્યા કે ટેબલ પરથી તમે રૃપિયાની ચોરી કરી છે કહીને તકરાર કરી હતી અને ચારેયે શખ્સો ફરિયાદીની પત્નીને કારમાં બેસાડીને અપહરણ કરીને હિંમતનગર તરફ ભાગી ગયા હતા. ફરિયાદીએ પોલીસને ફોન કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે ફરિયાદીએ શંક સેવી છે કે તેની સાસરીપક્ષના લોકો અપહરણ કરીને ભાગી ગયા છે.