નાનોલ પ્રાથમિક શાળામાં 5 મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ નિમિતિ શિક્ષક દિન તરીકે ઉજવણી સમગ્ર દેશમાં તેમની યાદમાં ઉજવવામાં આવે છે ત્યારે નાનોલ પ્રાથમિક શાળામાં બાળકો પોતે શિક્ષક તરીકે ની ભૂમિકામાં અનેરો અનુભવ લઈને પોતાના સહપાઠીઓને ભણાવીને અને આનંદ માણ્યો હતો આખા દિવસ દરમિયાન બાળકો પોતે શિક્ષક બનીને શિક્ષક દિન ને અનેરા આનંદ સાથે ઉજવ્યો હતો શાળાના આચાર્યશ્રી અણદાભાઈ એન પટેલ દ્વારા બાળકોને શા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી. જોકે આ શિક્ષક દિન નિમિત્તે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના યુવા અગ્રણી રાજેશભાઈ જોષી(નાનોલ) એ શાળાની મુલાકાત લીધી હતી અને આ શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ(શિક્ષકો) ને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રતિનિધિ – થરાદ