વડોદરાના તરસાલી વિસ્તારનો બુટલેગરને જામીન મળતા જ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી તેને ફરી જેલમાં મોકલી આપ્યો છે.
તરસાલી મંગલા માર્વેલ સોસાયટીમાં રહેતા મુકેશ ઉર્ફે મૂક્કુ નારાયણદાસ માખીજાની સામે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂ અંગેના બે ડઝન જેટલા ગુના નોંધાયા હતા.
ચાર મહિના પહેલા પકડાયેલા મુકેશનો જામીન ઉપર છુટકારો થાય તે પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પાસા હેઠળ અટકાયત કરવા માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. તે જામીન પર છુટતા જ પોલીસે તેની અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપ્યો છે.