પશ્ચિમ બંગાળના આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે ટક્કર થતાં કાંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને હાલ બચાવ કાર્ય ચાલુ છે. આ દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે.
કાંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આ અકસ્માત સવારે 9.30 વાગ્યે થયો હતો. ટ્રેન નંબર 13174 કાંચનજંગા એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે. જ્યારે ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મુસાફરોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુ:ખ વ્યક્ત કર્યું
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું કે, NFR ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, NDRF અને SDRFની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે
કટિહાર રેલ્વે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર
6287801805,
ન્યુ જલપાઈગુડી રેલ્વે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર
6287801758,
બારસોઈ રેલ્વે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર
7541806358,
કિશનગંજ રેલવે સ્ટેશનનો હેલ્પલાઇન નંબર
7542028020,
ડાલકોલા રેલ્વે સ્ટેશનનો હેલ્પલાઈન નંબર
8170034228 અને
કટિહાર કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ નંબર
9771441956 અને 9002041952 નંબર જાહેર કરવામાં આવ્યા છે.