બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો બાદ હિન્દુઓ સહિત બાકી લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનાથી બચવા ભારતમાં ઘૂસણખોરી પણ વધી છે. મોટી સંખ્યામાં હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માટે સરહદ પર ડેરો જમાવીને બેઠા છે. હાલમાં જ ત્રિપુરામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી કરી રહેલ માતા અને તેની 13 વર્ષીય દિકરીને બીએસએફના જવાનોને રોકતાં ગોળીબારીમાં સગીરાનું મોત થયુ હતું.
બીએસએફ જવાનોએ સગીરાનો મૃતદેહ સોંપ્યો
ઢાકાના મીડિયા રિપોર્ટ અનુસાર, બીએસએફે ઘટનાના 45 કલાક બાદ મંગળવાર રાત્રે બાંગ્લાદેશી સગીરાનો મૃતદેહ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ને સોંપ્યો હતો. તેની ઓળખ 13 વર્ષીય સ્વર્ણા દાસ તરીકે થઈ છે. બીએસએફની કથિત ગોળીબારીમાં તેનું મોત થયુ હતું.
રવિવાર રાત્રે કુલોરા ઉપજિલામાંથી કથિત રૂપે પ્રવેશ
કુલોરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઓફિસર બિનય ભૂષણ રોયે મૃતદેહ સોંપ્યો હોવાની ખાતરી કરતાં જણાવ્યું હતું કે, જરૂરી કાનૂની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહ સગીરાના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેને બીએસએફના જવાનોએ ઘૂસણખોરી કરવા બદલ ગોળી મારી દીધી હતી. અન્ય લોકો પણ રવિવાર રાત્રે કુલોરા ઉપજિલામાંથી કથિત રૂપે ભારતમાં પ્રવેશ કરી રહ્યા હતા.
માતા માંડ માંડ બચી, બ્રોકર ફરાર
બીજીબીના જવાન શિકદરે જણાવ્યુ હતું કે, સ્થિતિનું સમાધાન કરવા બીજીબી અને બીએસએફ વચ્ચે ફ્લેગ મીટિંગ થઈ હતી. બાળકીની ઓળખ 13 વર્ષીય સ્વર્ણા દાસ રૂપે થઈ હતી. જે પશ્ચિમ જૂરી સંઘના જૂરી ઉપજિલાના કલનીગર ગામના રહેવાસી પોરેન્દ્ર દાસની દિકરી હતી. સ્વર્ણા અને તેની માતા તેના મોટા દિકરા જે ત્રિપુરામાં રહે છે, તેને મળવા માટે ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેમાં બે સ્થાનિક બ્રોકરની મદદ લીધી હતી. રાત્રે આશરે 9 વાગ્યે તે ભારતીય સરહદ પર પહોંચી તો બીએસએફ કર્મીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં સ્વર્ણાનું મોત થઈ ગયું હતું. જો કે, તેની માતા માંડ માંડ બચી હતી. તેમને ભારતમાં ઘૂસાડનાર બ્રોકર ફરાર થયો હતો.