સિગરેટનો ધૂમાડો બાળકને સ્પર્શતો હોવા છતાં પણ બિંદાસ જણાય છે
સિગરેટના ધુમાડાથી અસહજ ગણાતા બાળકથી લોકોએ ગુસ્સો પ્રગટ કર્યો
ડિજિટલ દુનિયામાં લોકોને રીલ બનાવીને ફેમસ થવાનો કે નાણા કમાવાનો મોહ હોય છે. કેટલાક વ્યુએરશીપ માટે તમામ પ્રકારની હદ પાર કરી જવામાં પણ જરાંય લજવાતા નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયો છે જેમાં મહિલા બાળકને તેડીના સિગારેટ પીતી જણાય છે. સિગારેટનો ધૂમાડો બાળકને સ્પર્શતો હોવા છતાં પણ બિંદાસ જણાય છે. સિગારેટ પીવીએ સ્વાસ્થ્ય માટે ખૂબજ નુકસાનકારક છે.
બીજુ કોઇ સીગારેટ પીતું હોય તેનો ધૂમાડો પણ નુકસાન કરતો હોય છે જેને પેસિવ સ્મોકિંગ કહેવામાં આવે છે.ખાસ કરીને નાના બાળકો પર તેની વિનાશકારી અસર થતી હોય છે. અચાનક શિશુ મુત્યુ સિંડ્રોમ, શ્વાસ સંબંધી બીમારી,કાનમાં સંક્રમણ અને મસ્તિષ્ક વિકાસ પર પણ નકારાત્મક અસર પડે છે.
પ.બંગાળમાં ટ્રેન દુર્ઘટના: ગેસ કટરથી ડબ્બાને તોડીને લોકોને બહાર કઢાયા, 5ના મોત, 25 ઈજાગ્રસ્ત
સામાન્ય રીતે ધુ્મપાનનું વ્યસન ધરાવતી વ્યકિતઓ પણ બાળકની હાજરીમાં ધુ્મપાન કરવાનું ટાળતી હોય છે તેના સ્થાને એક મહિલા બાળક પરેશાન થાય એવી રીતે ધુ્મપાન કરી રહી છે. સિગારેટના ધૂમાડાથી બાળક અસહજ જણાય છે તેમ છતાં મહિલાને જાણે કે કોઇ જ ફર્ક પડતો ના હોય એમ બિંદાસ વીડિયો તૈયાર કરવામાં વ્યસ્ત છે. નિદોર્ષ નાનું બાળક આ હરકત સમજી શકતું નથી આથી લોકો વીડિયો જોઇને ગુસ્સો પ્રગટ કરી રહયા છે.