વડોદરામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે હાલમાં શાસ્ત્રી બ્રિજ દસ દિવસ માટે બંધ હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાઈવર્ઝનના રસ્તાઓ પર પીક અવર્સ દરમિયાન વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. ટ્રાફિક પોલીસની વાહન ટોયિંગ કરતી ક્રેઇનવાળા સેફ્રોન ટાવરથી ફતેગંજ પેટ્રોલ પંપ તરફ આવતી નથી. જ્યારે વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને હોટલો રેસ્ટોરંન્ટ પાસે આડેજળ થતા વાહન પાર્કિંગથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓના હંગામી દબાણો હટાવવા અત્યંત જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનની વડોદરામાં કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. હાલમાં શાસ્ત્રી બ્રિજ પર રેલ્વે લાઈન ઉપરથી કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શાસ્ત્રી બ્રિજ દસ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો હજી પણ એકાદ સપ્તાહ સુધી બંધ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા વાહન ચાલકોની સગવડતા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં ફતેગંજથી સેફરોન ટાવરથી કાલાઘોડા તરફ થઈને સ્ટેશન બાજુથી શહેરના પશ્ચિમ વિસ્તાર અલકાપુરી તરફ જઈ શકાય છે. આ ડાયવર્ઝનના રસ્તે પીક અવર્સ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં ટ્રાફિકજામના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે. જોકે ફતેગંજ મેઇન રોડ પર પાણી પીણીની અનેક ગેરકાયદે લારીઓ ગલ્લા સમી સાંજથી ધમધમતા થઈ જાય છે. બે રોપટોપ ધમધમતા તમામ લાડી ગલ્લાવાળાની કોઈ લેપટોપ પણ કરાતી નથી. એવી જ રીતે આવા ગેરકાયદે લારી-ગલ્લાવાળા સામે પાલિકા તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતું નથી. વાહન વ્યવહારથી આ ડાયવર્ઝન રસ્તેથી ખાણીપીણીની લારીઓ ગલ્લાવાળાને તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રએ ખસેડવા જરૂરી છે.
જ્યારે બીજી બાજુ આ વિસ્તારમાં અને નાની મોટી હોટલો અને રેસ્ટોરન્ટો આવેલી છે. આવી હોટલો અને રેસ્ટોરન્ટો માટે પાર્કિંગની કોઈ સુવિધા નથી. પરિણામે ખાણીપીણીની મોજ માણવા આવતા ગ્રાહકો પોતપોતાના નાના મોટા વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે. પરિણામે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે જેથી હવા વારંવાર થતી તકરારમાં ક્યારેક મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. જોકે આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેઇનના કર્મચારીઓ સેફ્રોન ટાવરથી ફતેગંજ પેટ્રોલ પંપ તરફ આવતા કેમ અટકાય છે એ મોટો સવાલ છે. આમ આ રસ્તા પરના ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરવા સહિત રેસ્ટોરન્ટો અને નાની મોટી હોટલો પાસે આડેધડ પાર્ક થતા વાહનો અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.