ગાંધીધામ: રાપર તાલુકાનાં ભીમાસર ગામે સ્થાનિક પોલીસે રહેણાંક મકાન પર બાતમી આધારે દરોડો પાડી ૧.૧૨ લાખનો શરાબ ઝડપી લીધો હતો જ્યારે આરોપી હજાર મળ્યો ન હતો.
આ અંગે આદેસર પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે, ભીમાસર ગામે રહેતા હરદેવસિંહ દીલુભા વાઘેલાએ પોતાના રહેણાક મકાનમાં શરાબનો જથ્થા સંતાડયો હોવાથી બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની રૂ. ૧,૧૨,૦૮૦ના કિમતની ૭૩૮ શરાબની બોટલો ઝડપી લીધી હતી. જ્યારે આરોપી દરોડા સમયે હજાર મળ્યો ન હતો. જે અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.