આજે પવિત્ર રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી થઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનેક બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યુ હતુ. આ તમામ બહેનોએ પોતાના ભાઇ CM ભૂપેન્દ્ર પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી. અનેક બહેનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. તો મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા નેતાઓએ પણ મુખ્યમંત્રીને રક્ષા સુત્ર બાંધ્યુ હતુ.