બૂથવાઇઝ સૌથી વધુ અને સૌથી ઓછા મતદાનની સમીક્ષા શરૂ
પશ્ચિમ બેઠકના અન્ય એક બૂથ પર સૌથી ઓછું મતદાન 31.45 % નોંધાયું, સૌથી વધુ મતદાન કોની તરફી રહ્યું ? : ચર્ચાઓ શરૂ
ભાવનગર : લોકસભાની સામાન્ય ચૂંટણીનુ મતદાન ગત મંગળવારે યોજાયુ હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ ગત બુધવારે ભાવનગર લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભાના બુથ વાઈઝ આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. બુથ વાઈઝ આંકડાના આધારે હાલ રાજકીય કાર્યકરો હાર-જીતની ચર્ચા કરી રહ્યા છે. ભાવનગર પશ્ચિમ બેઠકના પાંચ બુથ પર ખુબ જ ઓછા મત પડયા છે, જયારે પાંચ બુથ પર સૌથી વધુ મત પડયા છે.
ભાવનગર લોકસભા બેઠક હેઠળની પશ્ચિમ વિધાનસભા બેઠક પર કુલ ર૪૩ બુથ હતા, જેમાં ૫શ્ચિમ વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૮૦.ર૧ ટકા અને સૌથી ઓછું ૩૧.૪પ ટકા મતદાન નોંધાયુ છે. આ બેઠક પર પાંચ બુથ પર કુલ મતદારોની સરખામણીએ ઓછા મત પડયા છે અને પાંચ મતદાન મથક પર કુલ મતદારમાંથી મોટાભાગના મતદારે મતદાન કર્યુ હતુ તેથી સારૂ મતદાન થયુ હતું. પાંચ મતદાન મથક પર વધુ મતદાન થયુ છે, જેમાં બુથ નં. ૧૬૯ ભાવનગર-૧પ૧, ૩૦ ભાવનગર-૧ર, ૩૪ ભાવનગર-૧૬, ૪૪ ભાવનગર-ર૬, ૩૬ ભાવનગર-૧૮ વગેરે બુથનો સમાવેશ થાય છે. પાંચ બુથમાં ઓછું મતદાન થયુ છે, જેમાં બુથ નં. ૧૦૭ ભાવનગર-૮૯, ૧પ૦ ભાવનગર-૧૩ર, ૧પપ ભાવનગર-૧૩૭, ૧ નારી-૧, રપ ભાવનગર-૭ વગેરે બુથનો સમાવેશ થાય છે. કેટલા મતદાન મથક પર ઓછું મતદાન થયુ અને કયાં કારણોસર મતદાન ઓછું થયુ ? તેની સમીક્ષા હાલ રાજકીય પક્ષોમાં ચાલી રહી છે. વધુ મતદાન થયુ છે તે મતદાન મથકની પણ નોંધ લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં કુલ ર,૬૩,૩૮૪ મતદારો હતા અને ૧,૪૭,૧૪૯ મતદારે મત આપ્યા હતા, જયારે અન્ય મતદારોએ કોઈ કારણસર મતદાન કરવાનુ ટાળ્યુ હતું. કુલ ૧,૩૬,૮૮૪ પુરૂષ મતદારમાંથી ૮૧,૭૧ર મતદારે મતદાન કર્યુ હતુ, જયારે કુલ ૧,ર૬,૪૭૪ સ્ત્રી મતદારમાંથી ૬પ,૪૩૧ મતદારે મતદાન કર્યુ હતું. પુરૂષની સરખામણીએ સ્ત્રીઓનુ મતદાન ઓછું થયુ છે તેના પણ કારણોની ચકાસણી પણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી તા. ૪ જૂને મતગણતરી છે ત્યાં સુધી રાજકીય સમીક્ષાઓ શરૂ રહેશે તેમ ચર્ચાય રહ્યુ છે.