મેગાસીટી, સ્માર્ટસીટીના બિરુદ અમદાવાદને અપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ ૨૧૫ જાહેરહીતની થયેલી અરજી પૈકી રોડ,ગટર અને પાણી જેવી બાબત માટે ૧૧૫ જાહેર હીતની અરજી કરવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટની અનેક વખત ફટકાર પછી પણ મ્યુનિ.તંત્ર સુધરતુ જ નથી.
અમદાવાદમાં ખરાબ રસ્તાની બાબત હોય,રખડતા પશુઓની સમસ્યા હોય કે પછી ટ્રાફિક વિષયની બાબત હોય. આ પ્રકારની તમામ બાબતોને લઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા વખતોવખત આદેશ આપેલા છે.આમ છતાં હાલમાં પણ રખડતા ઢોર,ટ્રાફિકની સમસ્યા, રોડ ઉપર પડેલા ખાડા જેવી અન્ય બાબતને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટના કારણે પ્રાથમિક સુવિધાનુ સ્તર સતત કથળતુ રહયુ છે.શહેરીજનોને રોડ,ગટર તથા પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવી પડી છે.શહેરીજનો નિયમિત રીતે તમામ કરવેરા ભરતા હોવાછતાં તંત્ર કે શાસકપક્ષ સારી પ્રાથમિક સુવિધા આપવા મામલે પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહયુ છે.
મ્યુનિ.ના કયા વિભાગ અંગે કેટલી અરજી