તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસા સમય દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડતા જીવન નિર્વાહ અસ્તવ્યસ્ત થઈ ગયેલ હતું તેવામાં ખાસ કરીને જગતના તાત ને ખૂબ મોટી સમસ્યાઓ ઉદભવી છે પાક નિષ્ફળ નિવડવો,ખેતરો ધોવાઈ જવા સહિત ખેતરે જવાના રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા ખેતરે જવાનું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા જગતના તાત માટે ચોમાસાની ઋતુ દરમ્યાન પડતી અગવડતાઓ બાબતે ગંભીરતાપૂર્વક કોઈ પણ પ્રકારની પેકેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આ મુશ્કેલીઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે,ત્યારે તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે વંથલી તાલુકાના ગાદોઈ ટીકર ટીનમસ કણજા સેદરડા સહિતના ગામોમાં ખેતર માર્ગ ધોવાઈ જતા ભયંકર મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે, ત્યારે ખેડૂતોની સમસ્યા દૂર કરવા રાજ્ય અને સમગ્ર ભારતમાં નરેગા જેવી યોજનાઓ ભૂતકાળની સરકારોએ અમલમાં મુકેલ છે ત્યારે ખેડૂતોના રસ્તા જેવા ગંભીર પ્રશ્નને અગ્રતાક્રમ આપી વહેલામાં વહેલી તકે નરેગા યોજના નું કામ ચાલુ કરી ખેડૂતોને પોતાના આજીવિકા સમાન ખેતરે જવાના રસ્તાઓની સુવિધાઓ વહેલી તકે મળી શકે તે માટે આવી યોજનાઓ અમલમાં મૂકવી ખૂબ જ જરૂરી છે ખેડૂતોના ખેતર ધોવાણ નિષ્ફળ પાકનું સર્વે સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા અને ઘેડ પંથકની માથાના દુખાવા રૂપ આ સમસ્યાને નિવારવા રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ આજે વંથલી કોંગ્રેસ દ્વારા આવેદન સ્વરૂપે કરવામાં આવી હતી, મામલતદાર વંથલી ને આવેદન પત્ર આપતી વેળાએ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ આરદેશના,ભિમશી ભાઈ ભેટારિયા, અફઝલબાપુ સૈયદ,પ્રકાશ જલું સહિત વિશાળ સંખ્યા માં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા