સરસ્વતી વિદ્યાલય ગાંધીનગર ખાતે તારીખ 15/8/2024ના ગુરુવારના રોજ સવારે 9.30 વાગે આપણા 78 માં સ્વતંત્ર દિનની ઉજવણી ખુબ ઉત્સાહ સાથે કરવામાં આવી.
બીના પટેલ ફાઉન્ડેશન અને લાયન્સ સીટી ક્લબ ઓફ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ સુંદર કાર્યક્રમ ની ઉજવણી વિવિધ સ્પર્ધાઓ સાથે કરાઈ.
સૌ પ્રથમ ધ્વજવંદન સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ શ્રી બીનાબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.લાયન્સ સીટી ક્લબના ચેરમેન શ્રી કનુભાઈ પટેલ તેમજ અન્ય લાયન્સ મિત્રો દેવજીભાઈ, રમેશભાઈ,મહેન્દ્ર ભાઇઅને ભગવાન ભાઇની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ દેશભક્તિ ગીત અને વેષભુષા સ્પર્ધા, ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લીધો.
ગાંધીનગર મેટ્રોના ચીફ એડિટર શ્રી બીનાબહેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, બાળકોએ પોતાનું ધ્યેય નક્કી કરી મહેનત કરવી જોઈએ, સ્વતંત્રદિનની મહતા સમજાવતા કહ્યું બાળકોએ દેશની દરેક સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.
દેવજીભાઈએ બાળકોને સંબોધતા કહ્યું કે, બાળકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ગમે ત્યાં કચરો ના નાંખે એ પણ દેશની સેવા જ છે.
ત્યાર બાદ બીના પટેલ ફાઉન્ડેશન દ્વારા વિજેતા થયેલાં બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ગાંધીનગર મેટ્રોના સંસ્થાપક શ્રી મુકેશભાઈ પટેલે બાળકોને તેઓના ઉજ્જવળ ભાવિ માટે શુભકામનાઓ આપી. શાળાના આચાર્ય શ્રી ગોપાલભાઈ અને સંચાલક શ્રી અંકિતભાઈ એ ખુબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. શાળાના તમામ શિક્ષકો એ પણ ખુબ દિલ દઈ બાળકોને તૈયારીઓ કરાવી.
અતિથિવિશેષ તરીકે પધારેલા વિખ્યાત સાહિત્યકારશ્રી પ્રતાપસિંહ ડાભી ( હાકલ) એ બાળકોને અભ્યાસ સિવાય આ ઈતરપ્રવૃત્તિ કરવા ઉપર ભાર મુક્યો.પોતે વિરરસ સભર કવિતા રજૂ કરી બાળકોમાં જોશ ભરી દીધું.
લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી કનુભાઈએ આભારવિધી કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો.