વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ આપ્યો મત
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. આ સાથે તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી.
કેજરીવાલનું નામ અને વચનો ભુલાઈ ન જાય તે માટે ‘સુનીતા ટીમ’નું કામ શરૂ, AAPએ બનાવ્યો પ્લાન
11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં જ્યારે સૌથી વધુ ત્રિપુરામાં
પશ્ચિમ બંગાળમાં પોલિંગ બૂથ પર પથ્થરમારો
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પથ્થરબાજીનો મામલો સામે આવ્યો છે. અહીં ચાંદમારી સ્થિત મતદાન કેન્દ્રની સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે.
21 રાજ્યોમાં 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?
- પશ્ચિમ બંગાળ- 15.9%
- મધ્ય પ્રદેશ- 14.12%
- ત્રિપુરા- 13.62%
- મેઘાલય-12.96%
- ઉત્તર પ્રદેશ-12.22%
- છત્તીસગઢ-12.02%
- આસામ- 11.15%
- રાજસ્થાન- 10.67%
- જમ્મુ અને કાશ્મીર-10.43%
- ઉત્તરાખંડ- 10.41%
- મિઝોરમ-9.36%
- બિહાર- 9.23%
- આંદામાન-8.64%
- તમિલનાડુ- 8.21%
- નાગાલેન્ડ-7.79%
- મણિપુર-7.63%
- પુડુચેરી- 7.49%
- મહારાષ્ટ્ર- 6.98%
- સિક્કિમ-6.63%
20 લક્ષદ્વીપ-5.59% - અરુણાચલ પ્રદેશ – 4.95%
કેટલા ઉમેદવારો મેદાનમાં?
પહેલા તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (60 બેઠકો) અને સિક્કિમ (32 બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય પ્રધાનો, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 16 કરોડથી વધુ મતદારો
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
- z