બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝેસમેન રાજ કુંદ્રાની આ વર્ષે 19 જુલાઈના રોજ પોર્ન ફિલ્મ બનાવવાના તથા ડિસ્ટ્રીબ્યૂટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ રાજને જામીન મળ્યા હતા. હવે બુધવાર, 15 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રાજ કુંદ્રાને ચાર અઠવાડિયાની રાહત આપી છે. શર્લિન તથા પૂનમે કહ્યું હતું કે કુંદ્રાએ તેમને પોર્ન ફિલ્મના શૂટિંગ માટે મજબૂર કર્યા હતા. આ કેસમાં કુંદ્રાની આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
હાઇકોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી હતી
25 નવેમ્બરે રાજ કુંદ્રાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ પહેલાં બોમ્બે હાઇકોર્ટે રાજ કુંદ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું કે તેના વીડિયો એરોટિક છે, પરંતુ તેમાં કોઈ ફિઝિકલ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી બતાવવામાં આવી નથી. તે કોઈ પણ જાતના પોર્ન વીડિયો બનાવવામાં તથા પ્રસારિત કરવામાં સામેલ નથી. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.