વિશ્વના વિવિધ દેશોમાં વિવિધ જગ્યાએ મુસાફરી કરવી એ જીવનનો એક અદભુત અનુભવ છે. જે ઘણા બધા અનુભવો અને અલગ અલગ જગ્યાની સંસ્કૃતિનો પરિચય આપે છે. એમાં પણ રોડ ટ્રીપનો તો રોમાંચ જ કંઈક અલગ છે. જો વિદેશમાં પણ રોડ ટ્રીપની મજા જાતે જ ડ્રાઈવ કરીને માણવા મળે તો તો મજા જ પડી જાય. તો આજે તમને એવા દેશોની યાદી જણાવીએ કે જે દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ માન્ય હોય છે.
ન્યૂઝીલેન્ડ
અદભૂત લેન્ડસ્કેપ્સ ન્યુઝીલેન્ડને રોડ ટ્રીપ માટે એક ઉત્તમ સ્થળ બનાવે છે. જો તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોય અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇંગલીશ ભાષામાં હોય તો તમે ન્યુઝીલેન્ડના પર્વતોથી લઈને બીચ સુધી તમામ જગ્યાઓનો આનંદ માણી શકો છો. તમારું લાઇસન્સ અહીં એક વર્ષ સુધી માન્ય રહેશે.
સિંગાપોર
જો કે સિંગાપોરમાં સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર રહે છે, જો તમારી પાસે અંગ્રેજીમાં માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો પણ તમે તેના રસ્તાઓ પર એક વર્ષ સુધી ડ્રાઇવ કરી શકો છો. સિંગાપોરના કડક ટ્રાફિક નિયમો અને સારી રીતે જાળવણી કરાયેલ રસ્તાઓ સરળ ડ્રાઇવિંગ અનુભવમાં ફાળો આપે છે. જેમાં સેલ્ફ ડ્રાઈવથી તમે સિંગાપોરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આનંદ માણી શકો છો.
સાઉથ આફ્રિકા
તમારા ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સાઉથ આફ્રિકાના મોહક શહેરોને એક્પ્લોર કરી શકાય છે. બસ શરત એટલી જ છે કે આ ડ્રાઇવિંગ લાયસન્સ અંગ્રેજીમાં પ્રિન્ટેડ હોવું જોઈએ. સાઉથ આફ્રિકાનું રોડ નેટવર્ક સ્ટેલેનબોશના વાઈનયાર્ડથી લઈને વન્યજીવનથી સમૃદ્ધ ક્રુગર નેશનલ પાર્ક સુધીના વિવિધ લેન્ડસ્કેપ્સ ધરાવે છે. ભારતીય લાઇસન્સ દ્વારા સાઉથ આફ્રિકાના સુંદર શહેરોમાં વાહન ચલાવવાની સ્વતંત્રતાનો આનંદ માણો.
યુનાઇટેડ કિંગડમ
આ લિસ્ટમાં યુકેનું નામ વાંચીને ખરેખર ખૂબ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે, પરંતુ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સને યુકે માં પણ એક વર્ષ સુધીની માન્યતા મળે છે. પરંતુ તેમાં ત્યાં માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ જણાવેલ વાહન ચલાવવાની જ પરવાનગી છે.
સ્વિટ્ઝર્લૅન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સનો એક વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો. અહીં પણ જો અંગ્રેજીમાં લાઇસન્સ હશે તો જ માન્ય રહેશે. તેમજ સ્વિટ્ઝર્લૅન્ડમાં કાર ભાડે લઈને ડ્રાઇવિંગ કરવું પણ શક્ય છે.
સ્વીડન
ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સ્વીડનમાં ડ્રાઇવિંગ શક્ય છે, પરંતુ તમારું લાઇસન્સ સ્વીડિશ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન અથવા નોર્વેજીયન ભાષામાં હોવું ખૂબ જ જરૂરી છે.
સ્પેન
જરૂરી રહેઠાણ નોંધણી પૂર્ણ કર્યા પછી તમે તમારા ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સ્પેનમાં રોડ ટ્રિપ પર જઈ શકો છો. જો જરૂરી હોય, તો તમારે તમારી ઓળખનો પુરાવો રજૂ કરવાની જરૂર પડી શકે છે, તેથી ખાતરી કરો કે તે સરળતાથી ઉપલબ્ધ છે.
ભૂટાન
ભારતીય નાગરિકો તેમના ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ભૂટાનમાં ફોર-વ્હીલર અથવા ટુ-વ્હીલર ચલાવી શકે છે. તમારે બસ સમગ્ર દેશમાં વાહન ચલાવવા માટે વાહન પરમિટ મેળવો મેળવવાની રહેશે.