બેઠક પર કુલ 17.68 લાખ મતદારો નોંધાયા
13,743 દિવ્યાંગ મતદારો : જિલ્લામાં લોકસભાની છેલ્લી 2 ચૂંટણીઓ દરમિયાન આણંદ બેઠક ઉપર 65 ટકા આસપાસ મતદાન નોંધાયું
આણંદ : આણંદ બેઠક ઉપર યોજાયેલી લોકસભાની ૧૭ સામાન્ય ચૂંટણીઓ પૈકી વર્ષ ૧૯૯૬માં સૌથી ઓછુ ૩૬.૫૩ ટકા, જ્યારે વર્ષ ૧૯૬૭માં સૌથી વધુ ૭૬.૪૬ ટકા મતદાન નોંધાયું હતું. આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે તા.૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ૯,૦૩,૪૦૨ પુરૂષ મતદારો, ૮,૬૫,૩૧૭ સ્ત્રી મતદારો, જ્યારે ૧૩૨ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૧૭,૬૮,૮૫૧ મતદારો નોંધાયા છે.
કુલ મતદારો પૈકી આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ૩૮,૪૪૭ મતદારો, ૮૫ વર્ષથી વધુની વય ધરાવતા ૧૩,૬૯૩ મતદારો તેમજ ૧૩,૭૪૩ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. વર્ષ ૧૯૫૧થી અત્યાર સુધીમાં યોજાયેલી ૧૭ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરનિયાન થયેલા મતદાન પૈકી વર્ષ ૧૯૬૭માં સૌથી વધુ ૭૬.૪૬ ટકા મતદાન, જ્યારે સૌથી ઓછુ વર્ષ ૧૯૯૬માં માત્ર ૩૬.૫૩ ટકા મતદાન નોંધાયું હતું.
પ્રથમ વખત થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન ૩,૬૮,૧૨૭ મતદારો નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૧૬,૫૫,૩૪૨ મતદારો નોંધાયા હતા. જ્યારે વર્ષ ૧૯૬૭ અને વર્ષ ૧૯૭૭ દરમિયાન યોજાયેલી બે ચૂંટણીઓ દરમિયાન ૭૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.
જ્યારે વર્ષ ૧૯૯૬ અને વર્ષ ૨૦૦૯માં યોજાયેલી બે ચૂંટણીઓ દરમિયાન ૫૦ ટકાથી ઓછુ મતદાન નોંધાયું હતું. છેલ્લી બે ચૂંટણીઓ દરમિયાન આણંદ બેઠક ઉપર ૬૫ ટકાની આસપાસ મતદાન નોંધાયું છે.
બેઠક ઉપર અત્યાર સુધી યોજાયેલી 17 ચૂંટણીમાં થયેલું મતદાન