આવેદન પત્ર આપી આમ આદમી પાર્ટી દ્વારા સાચા વિપક્ષની ભૂમિકા નિભાવી
ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે હેડક્લાર્ક પેપરલીક મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સાચા વિપક્ષની ભૂમિકા નિભાવી વિધાર્થીઓના હક્ક અને ન્યાય માટે ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. અને લાખો વિધાર્થીઓ માટેનો અવાજ ઉઠાવવામાં આવ્યો.

હેડ ક્લાર્કની પરીક્ષામાં હાલ ગેરરીતિ અંગે પગલા લઈને ભવિષ્યની પરીક્ષાઓને શુચાર ગોઠવવા બાબતે ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે આજ રોજ આવેદન પત્ર પાઠવી જણાવવાયુ કે ગુજરાતમાં ખાલી પડેલ જગ્યાઓ પર સરકારશ્રી દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઇને વિવિધ ભરતીઓ થાય છે. આ પરીક્ષાઓ સાથે ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ ઼ અને તેમના પરિવારો જોડાયેલા છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શિતા જળવાય એ ખૂબ જ જરૂરી છે.“ તાજેતરમાં ૧૨-૧૨-૨૦૨૧ ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની માફક પેપર લીક થયું થયું હતું,

િંહમતનગર ના એક ફાર્મ હાઉસમાં સોળ(૧૬) જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડીયા દ્વારા ભાવનગર, વડોદરા,કચ્છ,વગેરે સ્થળો પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોચ્યું હતું. પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય છે. હજારો રૂપિયા ક્લાસીસમાં બગાડી પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવવા માટે મથી રહેલા ગાંધીજીના ગુજરાતમાં વિદ્યાર્થીઆ દર પરીક્ષા વખતે એક્ જબરો માનસિક આઘાત અનુભવે છે.પાણી છે. આ એક પ્રકારની હિંસા જ છે.“હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આધારો સાથે રજુઆતો કરવામાં આવી છે. ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર ધ્વારા આવા લોકો સામે કાર્યવાહી થાય, દોષિતોને પરીક્ષામમાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય ગુજરાતના દરેક વિદ્યાર્થી ઈચ્છી રહ્યા છે. તાજેતરની પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહી લેવાય અને વિધ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે જેની નોધ લઇ આપ સાહેબ આ અંગે અમારી-સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદનાની સમજી હાલની ઘટના પર અને ભવિષ્યની પરીક્ષાઓને લઈને યોગ્ય કરવા જણાવાયુ.

આ પ્રસંગે હસમુખભાઈ પટેલ-પ્રદેશ સંગઠન મંત્રી, મુકેશ પટેલ- પ્રદેશ મંત્રી, અભિષેક પટેલ-ગાંધીનગર જિલ્લા પ્રભારી-પ્રદેશ સહ મંત્રી, નિખિલભાઈ સવાણી-પ્રદેશ યૂથ સંગઠન મહામંત્રી,કલ્પનાબેન બાવાસકાર – યૂથ પ્રદેશ ઉપપ્રમુખ,વિશ્વજીત દેસાઇ-પ્રદેશ યૂથ સંગઠન મંત્રી,મહીપત ગઢવી ગાંધીનગર શહેર યૂથ પ્રમુખ ,વિશ્વજીતસિંહ સીસોદિયા – ગાંધીનગર જિલ્લા યૂથ કાર્યકારી પ્રમુખ ,વિજયસિંહ વાઘેલા – ગાંધીનગર જિલ્લા યૂથ સંગઠન મહામંત્રી, હાર્દિક તલાટી- ગાંધીનગર યૂથ સંગઠન મહામંત્રી તથા હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થીત રહયા હતા.