સુપર સ્ટાર સલમાન ખાને બ્લોકબસ્ટર ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ-2015માં રિલિઝ થયેલી કોમેડી ડ્રામામાં સલમાને એવા વ્યક્તિનો રોલ કર્યો હતો, જે પરિવારથી વિખૂટી પડેલી બાળકીને મૂકવા માટે પાકિસ્તાન જાય છે.

આ ફિલમને કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને તેના સ્ક્રિપ્ટ રાઈટર કેવી વિજયેન્દ્ર હતા. ફિલ્મમેકર રાજામૌલિની અપકિંગ મૂવી RRRની એક ઈવેન્ટ દરમિયાન સલમાને કહ્યું હતું કે, રાજામૌલિ સાથે તેમનો બોન્ડ સ્ટ્રોંગ છે, કારણ કે તેમના ફાધરે બજરંગી ભાઈજાન લખી હતી. હવે અમે બજરંગી ભાઈજાન માટે ફરી સાથે કામ કરીશું.
કરણ જોહરે RRR માટે ઈવેન્ટ હોસ્ટ કરી હતી. આ પ્રસંગે કરણે સલમાનને પૂછ્યું હતું કે, શું તે બજરંગી ભાઈજાનની સીક્વલ બનાવશે? સલમાને જવાબ હામાં આપ્યો હતો, પરંતુ હાલ માત્ર RRRની વાત કરવા કહ્યું હતું. RRR ફિલ્મની ઈવેન્ટમાં જુનિયર એનટીઆર, રામરણ, આલિયા ભટ્ટ પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મ સાતમી જાન્યુઆરીએ રિલિઝ થવાની છે.