ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન પૂરી થઈ ગઈ છે. રવિવારે (26 મે) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને આઠ વિકેટે હરાવ્યું. મેચમાં કોલકાતાની ટીમને જીતવા માટે 114 રનનો સાધારણ ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 11મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત IPL ચેમ્પિયન બની છે.
કોલકાતાને કેટલાં રૂપિયા મળ્યાં?
IPL 2024 ની ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે ઉપવિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદને 12.50 કરોડ રૂપિયા મળ્યા.
IPL 2024માં ટોપ-4 ટીમોની ઈનામી રકમ
વિજેતા ટીમ (કોલકાતા નાઈટ રાઈડર્સ) : રૂ. 20 કરોડ
રનર અપ (સનરાઈઝર્સ હૈદરાબાદ) : રૂ. 12.5 કરોડ
ત્રીજી ટીમ (રાજસ્થાન રોયલ્સ) : રૂ. 7 કરોડ
ચોથી ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) : રૂ. 6.5 કરોડ
IPL 2024માં આ ઈનામો પણ ચર્ચામાં રહ્યા…
સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) : હર્ષલ પટેલ 24 વિકેટ (રૂ. 10 લાખ)
સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) : વિરાટ કોહલી 741 રન (રૂ. 10 લાખ)
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન : નીતિશ કુમાર રેડ્ડી (રૂ. 10 લાખ)
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન : સુનીલ નારાયણ (રૂ. 10 લાખ)
સિઝનના ઇલેક્ટ્રિક સ્ટ્રાઈકર: જેક ફ્રેઝર-મેકગર્ક (રૂ. 10 લાખ)
ફૅન્ટેસી પ્લેયર ઑફ ધ સિઝન : સુનીલ નારાયણ (રૂ. 10 લાખ)
સિઝનના સુપર સિક્સ : અભિષેક શર્મા (રૂ. 10 લાખ)
કેચ ઓફ ધ સીઝન : રમનદીપ સિંહ (રૂ. 10 લાખ)
ફેરપ્લે એવોર્ડ : સનરાઈઝર્સ હૈદરાબાદ
રુપે ઓન ગો-4 ઓફ ધી સિઝન : ટ્રેવિસ હેડ (રૂ. 10 લાખ)
પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (રૂ. 50 લાખ)
ફાઇનલ મેચમાં મળેલા એવોર્ડ
ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: વેંકટેશ ઐયર
ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ: મિશેલ સ્ટાર્ક
મેચની સુપર સિક્સ: વેંકટેશ ઐયર
મેચના રૂપે ઓન ધી ગો-4s ઓફ ધી મેચ : રહેમાનુલ્લા ગુરબાઝ
ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: હર્ષિત રાણા
પ્લેયર ઓફ ધ મેચ: મિચેલ સ્ટાર્ક
IPL 2024માં સૌથી વધુ રન
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) : 741 રન
રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) : 583 રન
રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) : 573 રન
ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ) : 567 રન
સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) : 531 રન