IPL 2024ની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમો સિઝનની તેમની બીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે. લખનઉએ અત્યાર સુધીમાં બે મેચ રમી છે, જેમાં તેને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે છેલ્લી મેચમાં RCBને KKRએ 7 વિકેટે હરાવ્યું હતું. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની બેંગ્લોર ટીમ અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. વિરાટ કોહલી સારી ફોર્મમાં છે અને RCB ફરી એકવાર તેની પાસેથી શાનદાર ઇનિંગની અપેક્ષા રાખશે. જ્યારે પોઈન્ટ ટેબલ પર LSG છઠ્ઠા સ્થાને છે.
LSGને મળી છે માત્ર એક જીત
કે.એલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે બેમાંથી એક મેચ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો. છેલ્લી મેચમાં લખનઉએ પંજાબ કિંગ્સ સામે 21 રને જીત મેળવી હતી, જેમાં યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. 21 વર્ષીય મયંકે વર્તમાન સિઝનનો બીજો ફાસ્ટેસ્ટ બોલ (155.8 કિલોમીટર પ્રતિ કલાક) ફેંક્યો હતો.
હેડ ટુ હેડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સના હેડ-ટુ-હેડ આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ ચાર વખત મેચ રમાઈ છે. આ દરમિયાન RCBનું પલડું ભારે રહ્યું છે. બેંગ્લોરે આ ત્રણ મેચમાંથી ત્રણેયમાં જીત મેળવી હતી જયારે લખનઉને એકપણ જીત મળી નથી.
RCB નબળી બોલિંગથી પરેશાન
નબળી બોલિંગથી પરેશાન RCBની ટીમમાં આજે ફેરફાર જોવા મળી શકે છે. RCB આજે પહેલો ફેરફાર કરી શકે છે તે છે ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ. જોસેફે અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. આવી સ્થિતિમાં લોકી ફર્ગ્યુસન જોસેફનું સ્થાન લઈ શકે છે. આ સિવાય રજત પાટીદારને પણ બહારનો રસ્તો બતાવી શકાય છે. પાટીદારની જગ્યાએ ઓલરાઉન્ડર મહિપાલ લોમરોર પ્લેઈંગ-11નો ભાગ બની શકે છે. જ્યારે છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરનાર વિજયકુમાર વૈશાખનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ થઈ શકે છે.
LSGમાં કેપ્ટનને લઈને ટેન્શન
લખનઉ સુપર જાયન્ટ્સની સૌથી મોટી સમસ્યા તેનો નિયમિત કેપ્ટન કે.એલ રાહુલ છે. પંજાબ સામે રમાયેલી છેલ્લી મેચમાં રાહુલે કેપ્ટનશિપ કરી ન હતી. તેની જગ્યાએ નિકોલસ પૂરને કમાન સંભાળી હતી. રાહુલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતા જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં કે.એલ રાહુલ આજે કઈ ભૂમિકામાં રમે છે તે જોવું રસપ્રદ રહેશે. જો રાહુલ ટીમનો ભાગ નહીં હોય તો તેની જગ્યાએ દીપક હુડ્ડાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, કેમરન ગ્રીન, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત (wkt), દિનેશ કાર્તિક, લોકી ફર્ગ્યુસન, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ
લખનઉ સુપર જાયન્ટ્સ
નિકોલસ પૂરન (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wkt), કે.એલ રાહુલ/દીપક હુડ્ડા, દેવદત્ત પડિક્કલ, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમારન સિદ્ધાર્થ