અદાણી-અંબાણીએ ટેમ્પો ભરીને કાળું નાણું કોંગ્રેસને આપ્યું તેવું તેલંગાણામાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણીસભામાં કહેતાં સોશિયલ મીડિયામાં કોમેન્ટનો વરસાદ થયો હતો. મોટાભાગના લોકોનું માનવું હતું કે જનતાના ખરા મુદ્દા મોંઘવારી, રોજગારી, પ્રદૂષણની વધતી સમસ્યા સહિતના છે. પરંતુ તેના સિવાય તમામ મુદ્દા નેતાઓના ભાષણમાં હોય છે. એવામાં જોઈએ PM મોદીના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં કેવા મીમ્સ વાયરલ થઇ રહ્યા છે.
લ્યો બોલો, નરેન્દ્ર મોદીએ તેમની સ્પીચમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ અદાણીને ટેમ્પો વાળા ગણાવી દીધા…
ચૂંટણીના તબક્કા પ્રમાણે વડાપ્રધાન મોદીના મુદ્દા બદલાઈ રહ્યા છે. અનામત, મંગળસૂત્ર અને હવે અંબાણી-અદાણી…
દેખ રહા હૈ વિનોદ, દોસ્ત સે ચંદા લે કર દોસ્ત કો હી ધોયા જ રહા હૈ…
આ વર્ષે અંબાણીએ ટૂંક ભરીને કોઈને નાણા મોકલ્યા હોય તો તે એકમાત્ર પોપસિંગર રિહાન્ના છે.
ફન ફેક્ટ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બે છેડાનું નામ અંબાણી એન્ડ અને અદાણી એન્ડ.
ઈતિહાસ મેં યે ભી યાદ રખા જાએગા કી ડિજિટલ ઈન્ડિયા મેં ચલ રહે અમૃતકાલ મેં પૈસા ટેમ્પો સે ભેજા જાતા થા…
લોકસભા ચૂંટણી અને જનતાના મુદ્દા
પક્ષોના મુદ્દા : માછલી, મંગળસૂત્ર, હિન્દુ મુસ્લિમ, અંદાણી અંબાણી.
જનતાના મુદ્દા: મોંઘવારી, રોજગારી, સારું શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા, બંધારણીય અધિકાર.