લાંબા અંતરની ટ્રેનોમાં માદક પદાર્થોની થતી હેરાફેરીને અટકાવવા માટે રેલવે પોલીસ દ્વારા આવી ટ્રેનોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન નંદુરબારથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રેલ્વે એસઓજીનો સ્ટાફ ચેકિંગમાં હતો. દરમિયાન કાશી વડોદરા નજીક કાશીપુરા સરાર રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થતી હતી ત્યારે ટ્રેનના જનરલ કોચના બે કોરિડોર વચ્ચે બે નેવી બ્લુ કલરની બેગ પડેલી હતી. આ બંને બેગો શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા બેગ ચેક કરતા અંદરથી આઠ પેકેટો મળ્યા હતા. આ પેકેટોમાં નશાકારક ગાંજાનો જથ્થો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે આજુબાજુ તપાસ કરવા છતાં બેગના માલિક મળ્યા ન હતા. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આ અંગે ગુનો નોંધ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.