વડોદરામાં વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામની સીમમાં રહેતા શૈલેષ વિક્રમસિંહ ચૌહાણના ખેતરમાં પાર્ક કરેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં દારૂ સંતાડ્યો છે તેવી માહિતીના આધારે જરોદ પોલીસે શૈલેષના ઘરે તેમજ તેના ખેતરમાં દરોડો પાડતા ખેતરમાં મૂકેલી ટ્રેક્ટર ટ્રોલીમાં મકાઈના પૂળા મુકેલા જણાયા હતા. આ પૂળા હટાવતા તેની નીચે સંતાડેલી દારૂ અને બિયરની બોટલોનો મોટો જથ્થો મળ્યો હતો.
પોલીસે 2072 બોટલો અને ટ્રેક્ટર ટ્રોલી મળી 4.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે શૈલેષ વિક્રમસિંહ ચૌહાણ અને દારૂના જથ્થા પર નજર રાખનાર બળવંતસિંહ શિવસિંહ ચૌહાણ તેમજ અંદરસિંહ છત્રસિંહ ચૌહાણને ફરાર જાહેર કર્યા હતા.