વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ હાઇ-વે ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે અને તે ગોધરા થી વડોદરા થઈને સુરત જવાનો છે. જેથી પોલીસે આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ રાખી ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણાની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે કુલ 2291 બોટલ કિંમત રૂ.3.83 લાખ, મોબાઈલ, ટેમ્પો, પ્લાસ્ટિકના દાણા મળી કુલ 23.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ડ્રાઇવર હીરાલાલ દુખરનભાઈ શાહ (રહે. વેસ્ટ દિલ્હ) ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.