બજાર કરતાં ઓછા ભાવે સોનું આપવાનું કહી ભુજના યુવાને નાણા પડાવી લીધા હતા
ભુજ: અમદાવાદના યુવાન સાથે સસ્તા સોના નામે ૫ લાખની ઠગાઈ કરવાના કેસમાં પોલીસ પકડથી દુર નાસ્તા ફરતા ભુજના ચીટરને એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ ટી.મહેશ્વરીને મળેલી બાતમી પર પોલીસ સ્ટાફએ ભુજના રહીમ નગર ખારી નદી રોડ પરથી ભુજના ચીટર શબ્બીર અલીમામદ સોઢા (ઉ.વ.૩૫)ને ઝડપી લીધો હતો. ચીટરોએ મૂળ રાજસ્થાનના વતની અને હાલ અમદાવાદના વાડજમાં રહેતા અને વાપુરમાં દુકાનમાં નોકરી કરતા રમેશકુમાર રણછોડભાઇ ચૌધરીને બજાર ભાવ કરતા એક તોલાએ ૫ હજાર ઓછા ભાવે સોનું આપવાનું કહી ભુજ બોલાવી ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ બતાવીને ૫ લાખ રૂપિયા મેળવી લઈ સોનુ ન આપી ઠગાઈ કરી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શબ્બીર અને ફૈઝલ નામના ચીટર સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે શબ્બીર અલીમામદ સોઢાને પકડી વધુ તપાસ હાથ ધરી છે.