હરિયાણાના પંચકૂલા નજીક પિંજોરના પર્વતીય વિસ્તારોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં એક ડ્રાઈવરે સરકારી બસને ઓવરસ્પીડમાં દોડાવતાં પલટી ખાઈ ગઇ હતી. જેના પગલે 40થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.
ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત બાળકોને પંચકૂલા સેક્ટર 6ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી કોઈ મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી પણ અનેક બાળકોની હાલત ગંભીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એક મહિલાની હાલત ગંભીર
આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બસમાં વધારે પડતાં મુસાફરો અને ઓવરસ્પીડમાં દોડાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે રોડની હાલત પણ સારી નહોતી.