દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર ઉભેલા ટ્રેલરની પાછળ ટેન્કર ઘૂસી જતા ચાલકનું કમકમાટીભર્યું મોત થયું હતું.
આ અંગેની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના ચિત્રા ગામે કર્મચારીનગર ખાતે રહેતો પ્રદીપજી વિક્રમસિંહ ઓરા રાજમોતી રોડ ટ્રાન્સપોર્ટનું ટ્રેલર લઈને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વડોદરા નજીક સમયાલા ગોકળપુરા ગામની સીમમાં પસાર થતો હતો તે વખતે ટાયર ફાટી જવાથી રોડની સાઈડ પર ઉભેલ એક ટેન્કરની પાછળ ટ્રેલર અથડાતા પ્રદીપસિંહ ઓરાને ગંભીર ઈજા થઈ હતી તેને સારવાર માટે પાદરાની હોસ્પિટલમાં લઈ જતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.