બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ગણતરી લોકોના ફેવરિટ એક્ટર્સમાં થાય છે. તે દેશના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા એક્ટર્સમાંથી એક છે. તે દેશભક્તિ પર ફિલ્મો બનાવે છે પરંતુ એક્ટર હજુ સુધી પોતાનો મત નહોતો આપી શક્યો. તેનું કારણ એ હતું કે તેની નાગરિકતા ભારતની નહીં પણ કેનેડાની હતી. પરંતુ હવે ગત વર્ષે જ તેને ફરીથી ભારતીય નાગરિકતા મળી છે. આવી સ્થિતિમાં એક્ટરે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ વખત પોતાનો મત આપ્યો છે. તેનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે વહેલી સવારે વોટ આપવા માટે લાઈનમાં ઉભેલો નજર આવી રહ્યો છે. તેના ચહેરા પર ખુશી દેખાય રહી છે.
લોકસભા ચૂંટણી 2024માં સોમવારથી પાંચમાં તબક્કાની ચૂંટણી શરૂ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ મતદાન ચાલી રહ્યું છે. મતદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવનારા ફિલ્મ સ્ટાર્સ પણ આ દરમિયાન પોતાનો મત આપતા નજર આવી રહ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનો વીડિયો સામે આવ્યો છે. તે પણ મતદાન કરવા લાઈનમાં ઊભેલો નજર આવી રહ્યો છે. તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. તેનું કારણ એ પણ હતું કે વર્ષ 2023માં ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ તેણે પ્રથમ વખત મતદાન કર્યું છે. ફેન્સ પણ અક્ષયને અભિનંદન આપી રહ્યા છે
15 ઓગસ્ટ 2023નો દિવસ અક્ષય કુમાર માટે ખૂબ જ ખાસ હતો. સૌથી પહેલા આ દિવસે ભારતે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા હતા. બીજી તરફ લાંબા સમય સુધી કેનેડાની નાગરિકતા ધરાવતા અક્ષય કુમારને તે જ દિવસે ભારતીય નાગરિકતા મળી હતી. હવે અભિનેતાએ પણ સ્વતંત્રતાના અધિકારના આધારે નાગરિકતા મેળવ્યા બાદ પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન અક્ષય કુમારે કહ્યું કે, હું ઈચ્છું છું કે, ભારત વિકસિત રહે. દેશવાસીઓના મનોરંજનની સાથે સાથે તે સોશિયલ મીડિયા અને તેની ફિલ્મો દ્વારા જાગૃતિ લાવવાનું કામ પણ કરે છે.