ગાંધીનગર ગુજરાત ના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, સામાજિક કાર્યકર અને અધ્યક્ષ શ્રીગુલાબચંદ પટેલ દ્વારા ‘ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત’ તરફથી ઉચ્ચ સિદ્ધિ પાત્ર મહિલાઓને તા- 11/9/2024 બુધવારના રોજ સન્માનિત કરવામાં આવી,જેમાં 70 થી વધુ મહિલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી,તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.
નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી બીના પટેલ (મહિલા મોરચા ના પ્રમુખ) જેઓ ગાંધી નગર મેટ્રો સમાચાર પત્રના ચીફ એડિટર તેમજ લોકાયત દૈનિકના મેનેજીંગ તંત્રી છે તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. 50 જેટલી પ્રતિભાશાળી મહિલાઓને ઓન લાઇન સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમ માં શ્રી જગદિશભાઈ ચૌધરી (પ્રિન્સીપાલ એસ વી કોલેજ) કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર રહ્યાં. મુખ્ય અતિથિ શ્રી મુકેશભાઈ પટેલ(પ્રમુખ મેટ્રો કલ્ચરલ ક્લબ), અતિથિ વિશેષ શ્રી મધુબેન પ્રજાપતિ અને શ્રી ગૌરીબેન દેસાઈ (સામાજિક મહિલા આગેવાન અને એડવોકેટ) ઉપસ્થિત રહ્યા હતા તેઓએ મહિલાઓ ને સંબોધિત કર્યા હતા.
આ ભવ્ય સન્માન કાર્યક્રમ ટુ ગુડ સ્ટુડિયોમાં અમદાવાદ હાઈવે મોલ ચાંદ ખેડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આણંદની બે બાળાઓ કુમારી હેન્વી પટેલ અને કુમારી રાગા પટેલે ગણેશવંદના કથ્થક નૃત્ય સાથે કરી, સૌ ના દિલ જીતી લીધા હતા આ કાર્યક્રમમાં શ્રી લીલા બહેન ઠાકરડા વલભીપુર અને નિકિતા પટેલ તેમજ અન્ય સક્રિય મહિલાઓ આશરે 70 જેટલી વિશિષ્ટ હુન્નર ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી, અહીં તમામના નામ આપવા શકય નથી.
આ કાર્યક્રમમાં શ્રી બીના પટેલને ‘ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત’ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ (અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ પુરુષોત્તમ મિત્તલ એડવોકેટ ની સૂચના દ્વારા કરાવવામાં આવ્યું. હતું અને તેઓને વિશિષ્ટ સ્ત્રી સશક્તિકરણ અને હિન્દી અને ગુજરાતી સાહિત્યકાર તરીકે બિરદાવીને ‘ગુજરાત સાહિત્યિક સેવા રત્ન’તરીકેની ટ્રોફી અને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યુ હતું.શ્રી બીનાબહેને આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લઇ રહેલી મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, સ્ત્રીઓ હિંમત ના હારતા તમામ ક્ષેત્રમાં મહેનત કરતા રહેવું જોઈએ.
આ કાર્યક્રમમાં પત્રકાર દીપમાલા કલોલ ના પત્રકાર શ્રી વિપુલ ભાઈ ગજ્જર, પત્રકાર રીઝવાન મનસૂરી (મેટ્રો દૈનિક ગાંધી નગર),એડવોકેટ કાંતિ ભાઈ પટેલ, મીતેશ જેઠવા, રાવલ હરીશભાઈ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જગદીશભાઇ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં ગુમનામ રહી ગયેલી કેટલીક ગુજરાતની મહિલાઓને પણ સરકાર દ્વારા સન્માનિત કરવી જોઈએ એવો પ્રસ્તાવ મુક્યો. મુખ્ય અતિથિ અને મેટ્રો ક્લચરલ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈએ પોતાની મેટ્રો ક્લચરલ ક્લબની કામગીરી વિશેની માહિતી મહિલાઓને આપી. તેઓ એ જણાવ્યું કે, આ ક્લબ બ્લડ કેમ્પ, ડાયરો, ગીત સંગીત જેવા અન્ય વિવિધ કાર્યક્રમો યોજશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી બહેનોને અધ્યક્ષ શ્રી બીનાબહેનના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. અંતમાં આભાર દર્શન શ્રી ભરતભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી ગુલાબચંદભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉ ગુલાબ ચંદ પટેલ
પ્રમુખ શ્રી ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત