દક્ષિણઝોનમાંથી સૌથી વધુ ૧૦૧૧૦ અરજી, ૫૩ હજારમાંથી ૩૧ હજાર અરજીનો નિકાલ
અમદાવાદમાં ઈમ્પેકટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા માટે મ્યુનિસિપલ તંત્રને સાત ઝોનમાંથી કુલ ૫૩૧૭૫ અરજી મળી છે.આ પૈકી ૩૧૮૭૬ અરજીનો નિકાલ કરાતા તંત્રને ઈમ્પેકટ ફી પેટે રુપિયા ૧૨૦.૨૯ કરોડની આવક થઈ છે. સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ જયાં થઈ રહયા છે એવા મધ્યઝોનમાંથી ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા માત્ર ૩૯૦૨ અરજી કરવામાં આવી છે.દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ ૧૦૧૧૦ અરજી ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા મ્યુનિ.તંત્રને મળી છે.
ગેરકાયદેસર બાંધકામોને અંકુશમાં લાવવા દસ વર્ષથી વધુના સમયમાં રાજય સરકાર દ્વારા ત્રીજી વખત ઈમ્પેકટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવાની યોજના અમલમાં મુકી છે. ૧૮ જૂન-૨૦૨૪ ઈમ્પેકટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા માટેની છેલ્લી તારીખ છે.આ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાત ઝોનમાંથી મળેલી અરજી પૈકી અંદાજે પચાસ ટકા આસપાસ અરજીઓનો જ એસ્ટેટ વિભાગ નિકાલ કરી શકયુ છે.
કયા ઝોનમાં કેટલી અરજી- નિકાલ