ચૂંટણી દરમિયાન હીટવેવના લીધે ખેડા સંસદીય મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયામાં ફરજ બજાવતા 568 કર્મચારીઓની તબીયત લથડતા જિલ્લા આરોગ્ય વિભાગે સારવાર આપી હતી. ખેડા લોકસભા બેઠક માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સારવાર આપવામાં આવી હતી. ડિસ્પેચિંગ સેન્ટર ખાતે 95 વ્યક્તિઓને તથા મતદાન મથકે ૪૯૧ વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી. જ્યારે ચાર વ્યક્તિઓને વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાનાઓમાં મોકલવામાં આવ્યા હતા.