અમેરિકી સાંસદોની પાંચ દિવસની મુલાકાત થોડામાં ઘણું કહે છે
વોર-ગેઇમ્સ પછી મંત્રણા માટે ચીન સમક્ષ મૂકેલો મંત્રણા પ્રસ્તાવ નિર્બળતાની નિશાની સમજવાની ભૂલ ન કરતા : યુએસ તાઇવાનનું ગાઢ મિત્ર છે : મેકન્કૌલ
વોશિંગ્ટન/તાઇપી : અમેરિકાના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ રવિવારથી તાઈવાનની પાંચ દિવસની મુલાકાતે પહોંચી ગયું છે. તેમ અમેરિકી દૂતાવાસની ફરજ બજાવતી અમેરિકન-ઇન્સ્ટીટયુટે જણાવ્યું છે. આ મુલાકાતનું મહત્વ તે છે કે એક તરફ ચીને વોર ગેઇમ્સ દ્વારા તાઈવાનને ડરાવવાનું જોરદાર રીતે શરૂ કરી દીધું છે. તે વોર ગેઇમ્સ પૂરી થવા આવી ત્યારે તાઈવાનના નવ નિર્વાચિત પ્રમુખ લાઇ ચિંગ તેએ તેઓના પૂર્વેનાં નિવેદનમાંથી યુ-ટર્ન લઇ ચીન સાથે સહકાર સાધવા રવિવારે ચીન સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. સાથે ચીનને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આથી સહજ રીતે અમેરિકા સચિંત બની ગયું હતું.
તેથી અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સની વિદેશ નીતિ અંગેની સમિતિના અધ્યક્ષ માઇકલ મેકકૌલના નેતૃત્વ નીચે બંને પક્ષોના મળી ચાર અન્ય સભ્યોની સમિતિ તાઈવાન પહોંચી ગઈ છે. તે સમિતિ રવિવારથી ગુરુવાર તેમ પાંચ દિવસ સુધી તાઈવાન રોકાવાની છે અને સોમવાર સવારથી તેણે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા શા પગલા લેવા જરૂરી છે તે વિષે તાઈવાનના પ્રતિનિધિ મંડળ સાથે મંત્રણા શરૂ કરી દીધી છે.
ચીન આથી ગિન્નાયું હતું અને આ પ્રતિનિધિ મંડળની કાર્યવાહી શી હશે તેનું સ્પષ્ટ અનુમાન બાંધી તેને અમેરિકાને ચેતવણી પણ આપી દીધી હતી. સહજ છે કે અમેરિકા આવી ચેતવણીને ગણકારે તેમ નથી.
આ અંગે મેક-કૌલે એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે તાઈવાન એક સક્રિય અને આગળ વધતો લોકશાહી દેશ છે, આથી તાઈવાન સ્ટ્રેઇટસમાં યથાવત પરિસ્થિતિ રાખવા અમેરિકા તાઈવાનને સતત સહાય કરતું જ રહેશે.
તાઈવાનના પ્રમુખની ઓફિસે મેક-કૌલના આ નિવેદનને વાયરલ કર્યું છે.
વાસ્તવમાં તાઈવાને ચીનના સંભવિત આક્રમણ સામે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. તેમાં એ છેલ્લા ૪ વર્ષથી તો ચીન દ્વારા સતત ધમકીઓ અપાઇ રહી છે. તેવે સમયે તાઈવાનને તમામ સહાયની ખાતરી આપવા માટે તાઈવાનના પ્રમુખ લાઇ પિંગ-તેએ અમેરિકાના પ્રમુખ જો બાયડેનનો આભાર માન્યો હતો. જો કે અમેરિકાના સાંસદોની પાંચ દિવસની મુલાકાત થોડામાં ઘણું કહી જાય છે.