ગાડીચાલકની પુછપરછ હાથ ધરાઈ
દારૂ અને બીયરની 4,860 બોટલો સહિત 9.91 લાખનો મુદ્દામાલ જપ્ત
કઠલાલ : કઠલાલ તાલુકાના ફાગવેલ ગામ નજીકથી ખેડા એલસીબીએ બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂ.૬.૯૧ લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એલસીબીએ રૂ.૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે કઠલાલના ફાગવેલ પાસે વોચ ગોઠવી બાલાસિનોરથી અમદાવાદ તરફ જતી બોલેરો પીકઅપ ગાડીને શંકાના આધારે અટકાવી હતી. એલસીબીએ ચાલકની પુછપરછ કરતા તે હીરાસીગ લક્ષ્મણસીગ પટવા (રહે. મણિનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
એલસીબીએ વાહનની તલાશી લેતા તેમાંથી રૂ. ૬,૬૭,૦૫૬ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી ૪,૬૨૦ બોટલો તથા રૂ. ૨૪ હજારની કિંમતના બીયરના ૨૪૦ ટીન મળી આવ્યા હતા. એલસીબીએ રૂ. ૬.૯૧ લાખનો દારૂ, પીકઅપ ગાડી સહિત કુલ રૂ.૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલકની વધુ પુછપરછ હાથ ધરી છે.