પ્રેમી-પ્રેમિકાઓ વેલેન્ટાઈન ડેના દિવસે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે ખૂબ જ આતુર હોય છે. અહીંયા અમે તમને કેટલીક બ્યુટી ટિપ્સ જણાવી રહ્યા છીએ. આ ટિપ્સ ફોલો કરીને તમે ખૂબ જ સુંદર અને આત્મવિશ્વાસી દેખાશો.
પ્રેમી-પ્રેમિકાઓ વેલેન્ટાઈન ડેના દિવસે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે ખૂબ જ આતુર હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે ડેટ પર જતા હોય છે, જેથી તેઓ એકબીજા સાથે સમય પસાર કરી શકે અને સંબંધને વધુ મજબૂત બનાવી શકે. આ દિવસે તમે સુંદર દેખાતા હોવ તે ખૂબ જ જરૂરી છે. જેથી તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરી શકો છો અને તમારામાં આત્મવિશ્વાસ પણ વધે છે. જો તમે વેલેન્ટાઈન ડેના દિવસે ડેટ પર જઈ રહ્યા છો, તો અહીંયા અમે તમને કેટલીક બ્યુટી ટિપ્સ જણાવી રહ્યા છીએ. આ ટિપ્સ ફોલો કરીને તમે ખૂબ જ સુંદર અને આત્મવિશ્વાસી દેખાશો.
બ્યુટી ટિપ્સ
હાઈડ્રેટેડ રહો
સુંદર અને ગ્લોઈંગ ત્વચા માટે હાઈડ્રેટેડ રહો તે ખૂબ જ જરૂરી છે. ડેટના થોડા દિવસ પહેલા જ વધુ પાણી પીવાનું શરૂ કરો. જેથી તમારી ત્વચા નેચરલી ગ્લો કરશે.
રૂટીન સ્કિન કેયર
રૂટીન સ્કિન કેર માટે ક્લીન્ઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ જરૂરી છે. ડેટની એક રાત પહેલા ફેસ માસ્કનો ઉપયોગ કરો, જેથી તમારી ત્વચામાં નિખાર આવશે.
સિંપલ મેકઅપ
વેલેન્ટાઈન ડે ના દિવસે હેવી મેકઅપની જગ્યાએ સિંપલ મેકઅપ કરવો જોઈએ. જે માટે તમે ફાઉન્ડેશન, મસ્કરા, સોફ્ટ પિંક બ્લશ અને ન્યૂડ શેડ લિપસ્ટીકનો ઉપયોગ કરી શકો છો. જેથી તમે ખૂબ જ સુંદર દેખાશો.
હેરસ્ટાઈલ
તમારા આઉટફિટ અનુસાર સિંપલ અને આકર્ષક હેરસ્ટાઈલની પસંદગી કરો. તમે તમારા વાળ ખુલ્લા રાખી શકો છો. સોફ્ટ કર્લ કરી શકો છો અથવા સુંદર બન બનાવી શકો છો. સિંપલ પણ આકર્ષક હેરસ્ટાઈલ કરવી, જેથી તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જાય.
પરફ્યૂમ
સારી સ્મેલથી તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જશે. હળવું ફાઉન્ડેશન અને લાંબા સમય સુધી સ્મેલ કરે તેવું પરફ્યૂમ લગાવવું જેથી તમારો મૂડ સારો રહે. આ ટિપ્સ ફોલો કરીને તમે વેલેન્ટાઈન ડેના દિવસે સુંદર લાગશો અને તમારા પાર્ટનરને પણ ઈમ્પ્રેસ કરી શકશો.
(Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગાંધીનગર મેટ્રો આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. )