વડાપ્રધાન મોદી 8 માર્ચથી આસામની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તે 18 હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે. આજે તેમણે નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી હતી. આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 8 માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાયા હતા.
પહેલા જીપમાં પછી હાથી પર કરી સવારી
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની જીપ અને હાથી પર સવારી કરી કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વહેલી સવારે વડાપ્રધાન કાફલા સાથે જંગલ સફારી કરવા પહોંચી ગયા હતા.