IPL 2024ની શરૂઆત 22 માર્ચના રોજ થવાની છે
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટર રિષભ પંત, BCCI દ્વારા ફિટ જાહેર કર્યા બાદ એક્શનમાં જોવા મળી રહ્યો છે. NCA દ્વારા સર્ટિફિકેટ મળ્યા બાદ પંત IPL 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમમાં વાપસી કરશે તે નક્કી થઇ ગયું છે. આ દરમિયાન પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપીથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે લાંબા ગગનચુંબી છગ્ગા ફટકારતો જોવા મળી રહ્યો છે. પંતને બેટિંગ કરતા તેના ફેન્સ ખૂબ ખુશ થયા હતા.
પંતે ફટકાર્યા ગગનચુંબી છગ્ગા
પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પ્રેક્ટિસ દરમિયાન બોલરો સામે જોરદાર બેટિંગ કરી રહ્યો છે અને છગ્ગા પણ ફટકારી રહ્યો છે. આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે પંતની તાકાતમાં કોઈ ઘટાડો થયો નથી અને તે પહેલાની જેમ બોલરોના હોશ ઉડાડવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે પંત દિલ્હીની ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે.