ચાર મહિનામા કામગીરી પુરી નહી કરનાર કોન્ટ્રાકટર બાકી કામગીરી પેટે ડેમેજ ફી વસૂલાશે
અમદાવાદમાં નવા બનાવવાના થતા થતા વ્હાઈટ ટોપીંગ રોડની કામગીરી સમયે કોઈપણ પ્રોપર્ટીનુ લેવલ નીચુ ના રહે એ જોવા તાકીદ કરવામા આવી છે. એક વખત વ્હાઈટ ટોપીંગ રોડ બની જાય એ પછી ભવિષ્યમાં કોઈપણ સંજોગોમાં રોડ ખોદવાનો ના થાય એ માટે કેરેજ-વે બનાવવા કોન્ટ્રાકટરોને સુચના અપાશે.ઉપરાંત ચાર મહિનામાં વ્હાઈટ ટોપીંગ રોડની કામગીરી પુરી નહીં કરનારા કોન્ટ્રાકટર પાસેથી બાકી રહેતી કામગીરી પેટે દસ ટકા લેખે લીકવીડીટી ડેમેજ પેટે વસૂલવાની શરત ડ્રાફટ ટેન્ડરમાં રાખવામાં આવશે.
શહેરમાં નવા બનાવવાના થતા વ્હાઈટ ટોપીંગ રોડને લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી એમ ઠકકરે જે રોડ ઉપર વોટર લોગીંગ થતુ હોય એવા રોડને પ્રાથમિકતા આપવા સુચના આપી છે.વ્હાઈટ ટોપીંગ રોડ ડેવલપ કરતા પહેલા રોડ ઉપરની તમામ પ્રોપર્ટીના પ્લીન્થ લેવલ તથા રોડ ટોપોગ્રાફી સર્વે કરી રોડ સાઈડની પ્રોપર્ટીના લેવલ નીચા ના જાય એ બાબતનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે.વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આપતા સમયે પાંચ વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કોન્ટ્રાકટરની જવાબદારી ફીકસ કરવામાં આવશે.મેનહોલ,ચેમ્બર તથા કેચપીટ રાઈઝીંગની કામગીરી કોન્ક્રીટીંગ પહેલા કરવાની રહેશે.
નવા વ્હાઈટ ટોપીંગ રોડ કઈ પધ્ધતિથી બનાવાશે?